Archive for June, 2009

“પરમદિવસ કે કરમદિવસ”

June 18, 2009

પરમદિવસ કે કરમદિવસ

પરમ એટલેતો શ્રેષ્ઠ કે ઉત્તમ.જો આમ જ હોય તો

આપણે આપણા બધા કામ પરમદિવસે જ કરવા

જોઇએ ને? શુભ મુહૂર્ત જોવાની તસ્દી લેવાની શી

જરુર? તો શા માટે ધારેલું કામ આજે જ આટોપી

લેવું ?

એનું કારણ એ છે કે આવતા પરમદિવસે આપણા

ધારેલા કામમાં શું વિઘ્ન આવશે તે આપણે જાણી

શકતા નથી. આવતા પરમદિવસે આપણા કરમમાં

શું લખ્યું હશે તેની  કોને ખબર છે. અને ગત

પરમદિવસનું કરમતો ભોગવી જ લીધું.

હું તો માનુ છું કે આપણે પરમદિવસની ફરીથી

નામકરણ વિધિ કરી તેનું નામ કરમદિવસ રાખવું

એ જ યોગ્ય ગણાય.

ખરું કે નહી ?

“સત્ય અને અસત્ય”

June 5, 2009

“સત્ય અને અસત્ય”

 

પરણ્યું અસત્ય સ્વાર્થને

અને પ્રસવ્યાં ઘણા પુત્ર

રહ્યું સત્ય કુવારું સદા

નિત્ય એકલું ‘ને પવિત્ર

“E=mC2″

June 2, 2009

 

“E=mC2

As compared to our universe     

The Mind is like an atom,   

Yet with energy hiding within it

Depths of the universe it can fathom.

 

The “E”  stands for its energy

And the “m” stands for the Mind

The consciousness is the constant “C”

Which helps those two to bind.

 

With constant that we call a “C”

We can equate this pair.

So just like we have in the physical world                                     

For the spiritual world this is E=mC2