Archive for June, 2008

“To Love and To Forgive”

June 25, 2008

 ” To Love and To Forgive”

There are two sides to the coin of progress.

One is-“To remember” other is “To- forget.”

How can we love if we cannot remember!

How can we forgive if we cannot forget!

To love and to forgive are two bases of life

It will help to keep in mind this open secret.

Girish Desai

“મળે પ્રેમ ‘ને માન”

June 18, 2008

   મળે પ્રેમ ‘ને માન

જો રાખીએ ક્રોધ કાબૂમાં

અને લૂલી પર લગામ,

તો જીવનમાં શાંતિ રહે

વળી મળે પ્રેમ ’ને માન 

“મુત્કકો”

June 7, 2008

“મુત્કકો”

ખાન પાન વાણી વિશે,જો ન રહે જીભને લગામ

તો સ્વાસ્થ્ય જરૂર ગુમાવશો ‘ને થશો જગમાં બદનામ.

*******************************

મન તણી ભઠ્ઠી મહીં દુઈખાગ્નિ જયારે જલે

ન બુઝવો તેને આંસુથી,ઘડો ચારિત્ર તેના બળે.

” સરળ ભાષા”

June 3, 2008

સૌથી સરળ ’ને સહેલી સમજવી

છે ભાષા હાસ્ય અને રૂદનની

આબાલ વૃદ્ધ સહુ તે સમજે ’ને

ન કોઇ બાધા તેને કાળ કે સ્થળની.

“મારૂં દારિદ્ર “

June 1, 2008

હું માનું છું કે ભાષા એ તો વ્યકિતના વિચારોનો દેહ છે. અને તેની લિપિમાં, તેના અક્ષરોમાં એના દેહનું લાવણ્ય છૂપાયેલું હોય છે. અને આ લિપિમાંથી બનતા શબ્દો જ છે એના વસ્ત્રો. અને આ શબદોની જોડણી એટલે તેણે પહેરેલા આભૂષણો. જો આપણે માતૃભાષાને સુંદર અક્ષરોમાં લખીએ અને શબ્દોના સુંદર વસ્ત્ર પહેરાવી સાચી જોડણીના આભૂષણોથી શણગારીએ તો તેનું લાવણ્ય કેવું દીપી ઉઠે ! મારા મનમાં આવી ઉત્કંઠા તો છે જ પણ બાળપણમાં શિક્ષણની સાચી સંપત્તિ એકઠી ન કરી તેથી મારી મતાને ઘણીવાર ખોટાં આભૂષણો જ પહેરાવતો રહયો છું.આ મારૂં દારિદ્ર જ કહેવાયને ?