Archive for January, 2008

” What a Shame!”

January 25, 2008

As varied are the kids in this world

So varied are their toys.

And varied are the games they play

To fill their hearts with joy.

 

As varied are the folks in this world

So varied are their Gods.

To whom they bow, to whom they pray

To help them thru their odds.

 

If kids don’t get, the toys they want

They will cry and start to fight.

But with passage of just a little time

They will laugh and then unite.

 

But the folks who never saw their God

Keep fighting to save His name.

They think, they can help their God

What an irony! What a shame!

 

Childhood toys and manhood Gods

Help us to train our minds.

So, folks, let us learn from all these kids

And in Gods name, let us unite.

 

                                                 Girish Desai        

 

 

 

 

 

મયૂરનાં પીંછ

January 23, 2008

મયૂરનાં પીંછ મયૂરનાં પીંછની અંદર, વિવિધ રંગો પૂર્યા કોણે ? કુસુમની કાચી કળીયોમાં, સુગંધી એ સીંચી કોણે ? નથી ચક્રો નથી ચાવી, પ્રતિક્ષણ બોલતી ટકટક જણે જણના ઉરસ્થળમાં, જડી ઘડિયાળ આ કોણે ? અહરર્નિશ તેજ દેનારા, લીધા વિણ એક પણ પાઈ સૂરજ ’ને ચંદ્ર બે દીવા,ગગનમાંહે મૂકયા કોણે ? મયૂરનાં પીંછની અંદર વિવિધ રંગો પૂર્યા કોણે ? કવિ શ્રી. નંદલાલભાઇ

” Two Bulls”

January 18, 2008

   ” Two Bulls” 

 Intellect and mind of men

Are like two fighting bulls,

Ceaselessly they keep fighting

For each one wants to rule.

 

Yet, Soul, the real ruler

Who does not loose his cool.

Hiding in the hearts of men

Mocks at both, these fools.

 

Sitting deep inside the heart

HE tells them to understand,

That no one else can ever rule,

HE keeps that power in HIS hands.

 

Laid down by this ruler in heart

Is our life’s entire chart

And he is always ready to guide

But these fools must pull the cart

“અહં વિશે”

January 16, 2008

“અહં વિશે”

અહં વિશે અહં એટલે શું? અને જીવન જીવવામાં એની જરૂર ખરી? એનો સદંતર નાશ થઇ શકે ખરો ? આવા પ્રશ્નો સાધરણ રીતે સહુને સતાવતાં જ હોય છે. તો એ અંગે વિચાર કરતાં મારા મનને જે ઉત્તર મળ્યા તે અહીં રજુ કરું છું.એની યોગ્યાનુયોગ્યતા વિશે આપ સહુ પ્રતિભાવ પાડશો એવી આશા રાખું છું. અહં એટલે હું બ્રહ્મ્થી અને અન્ય વ્યકિતઓથી અલગ છું એવો મનોભાવ એટલે કે દ્વૈતભાવ.અથવા કહો કે મનનો ભરમ. અને મનમાં રહેલા આ ભરમના ત્રણ પ્રકાર હોય છે.જેવી જેની વૃત્તિ તેવો તેના મનનો ભરમ ગીતામાં શ્રી કૃષ્ણએ કહયું કે ” ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન” એટલે કે આપણે આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિઓ વડે જે જે વિષયો જાણીએ છીએ અને માણીએ છીએ તે બધા ત્રણ ગુણવાળા (સાત્વિક, રાજસિક,અને તામસિક) અર્થાત ત્રણ પ્રકારના (ઉત્તમ,મધ્યમ અને અધમ) હોય છે. આપણો અહં પણ આપણા મનનો વિષય છે એટલે તેના પણ ત્રણ પ્રકાર હોવા જ જોઇએ. તો અહં ક યા પ્રકારનો છે તે શી રીતે નકકી કરાય? સાત્વિક કે ઉત્તમ પ્રકાર સાત્વિક વ્યકિતઓના મનમાં પણ આવો ભાવ કે ભરમ હોય છે તો ખરો પરંતુ તેઓ એટલું સમજતાં હોય છે કે અન્ય વ્યકિતઓ પણ આવા જ ભરમમાં હોય છે.અને તેથી તે બધાની સાથે સમભાવ રાખી જુએ છે અને જે શકિતને કારણે હરેક વ્યકિતના મનમાં આવો ભાવ ,આવો ભરમ,ઉત્પન્ન થાય છે તે શકિતને શોધવાનો કે જાણવાનો પ્રયાસ કરતાં રહે છે.સમભાવ રાખવાથી આપણા મનમાં ઉત્પન્ન થતો વ્યકિત વ્યકિત વચ્ચેનો ભેદ દૂર કરવામાં ઘણી સરળતા થઇ જાય છે. અને તેથી મનને અંતરમુખ કે ઇશ્વરાભિમુખ કરવાનું પણ સરળ થઇ જાય છે.મને લાગે છે કે આ વાત ગીતાના દસમા અધ્યાયમાં ( વિભૂતિ યોગમાં) સારી રીતે સમજાવવામાં આવી છે. આ અધ્યાય વાંચીએ તો કદાચ એમ લાગે કે શું શ્રી કૃષ્ણને પોતાની જાતનું આટલું બધું અભિમાન હતું કે જેથી તે અર્જુન સમક્ષ “હું જ સામવેદ છું, હું જ શંકર છું, હું જ મહર્ષી છું, હું જ બધાને દંડ દેનાર છું ’’આવી આવી બડાશો હાંકે છે. ના જરાય નહી.ં પણ વાત્સવમાં એ એમ કહેવા માંગે છે કે હું તો જડ અને ચેતન બધાને સમભાવે જોઉં છું. અને તેથી જ કહી શકું છું કે “અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે અર્થાત અહં બ્રહ્માસ્મિ એવો મનોભાવ હું જાણી અને માણી શકું છું.” તેથી તો શ્રી કૃષ્ણને યોગેશ્વરનું બીરૂદ મળ્યું છે. સમભાવમાંથી જ એકાત્મભાવ તરફ જઇ શકાય છે. લાખો કરોડોની વસ્તિમાંથી ,રામકૃષ્ણ પરંહંસ ,કે રમણ મહર્ષી કે શંકરાચાર્ય જેવી એક બે વ્યકિતઓ કદી કદી આવી સ્થિતિએ પહોંચી શકે છે.અને એ સ્થિતિએ પહોંચતાં જ તેમનો અહં આપોઆપ નષ્ટ થઇ જાય છે. અહીં એટલું યાદ રાખવું જરુરી છે કે અહંનો નાશ થવાથી દેહનો નાશ નથી થતો કારણ અહં એ મનનો વિષય છે દેહનો નહીં. રાજસિક કે મધ્યમ પ્રકાર રાજસિક લોકો સંપૂર્ણ પણે સમભાવ નથી કેળવી શકતા. તેમના મનમાં કઇક અંશે અમુક વ્યકિત કે વસ્તુનો મોહ હોય છે અને તેથી પક્ષપાત વૃત્તિ રાખે છે. અર્જુનને આવા મધ્યમ પ્રકારનું સાચું પ્રતીક કહી શકાય.આ પ્રકારનો અહં યા તો ઉત્તમ પ્રકાર તરફ અથવા તો અધમ પ્રકાર તરફ ઘસડી જાય છે. જેનામાં પોતાનું સ્વમાન સાચવવાની શકિત હોય તે જ ઉત્તમ પ્રકાર તરફ જઇ શકે. સ્વમાન એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ એ પરિસ્થિતિનો સામનો કરી સાચે માર્ગે આગળ બઢવાની શક્તિ. જો આવી શક્તિ ન હોય તો હતાશા સીવાય બીજો માર્ગ મળતો નથી.અર્જુનને વિષાદ થવાનું કારણ આજ હતું ને? તેથી તો શ્રી કૃષ્ણએ તેને ટોંણો મારી કહયું કે ” આમ અણીને સમયે તું બાયલાની જેમ રણ મેદાન છોડી દેેશે તો લોકો તારી નીંદા કર્યા વગર નહી રહે. માટે તારું સ્વમાન સાચવવા ઉભો થા અને યુદ્ધ કર”. જેને સાંસારિક જીવનમાં રસ હોય તેને માટે મધ્યમ પ્રકારનો અહં ઘણો જરુરી છે. તામસિક કે અધમ પ્રકાર આ પ્રકારના અહંનુ બીજુ નામ છે અભિમાન,કે દર્પ કે ઘમંડ. અભિમાની અને ઘમંડી માણસો પોતાની અગત્ય બતાવવા બીજાઓનું અપમાન કરવામાં કે ઉતારી પાડવામાં જરાયે વિલંબ નથી કરતાં.આવા માણસોમાં ખૂદ પોતાના કૌવતથી આગળ આવવાની શક્તિ નથી હોતી તેથી બીજાઓને ધકકા મારી પાછળ રાખવાનો પ્રયત્ન કરે છે. પણ અંતે તો એમને જ સહન કરવું પડે છે. કોઇ પણ વસ્તુ કે જે અધમ પ્રકારની હોય તેની જીવનમાં શું જરુર ! માટે આવી વૃત્તિ ત્યજવી જ જોઇએ. અને તે મનની મકકમતાથી ત્યજી શકાય છે. આ પ્રકારનું પ્રતીક છે દુર્યોધન. જે વ્યકિત અધમથી મધ્યમ અને મધ્યમથી ઉત્તમ તરફ જવાનો પ્રયત્ન કરે છે તેની જ પ્રગતી થાય છે. ટૂકમાં એટલું જ કે જે વસ્તુ કે વિચાર જીવનમાં નડતર રુપ હોય તેનો નાશ કરવો અને જે જીવન ઘડતરમાં સહાયક હોય તેનો સ્વિકાર કરવો. આને જ વિવેક બુદ્ધિ કહેવાય ને? ઇતિ.

મન્માત્રા

January 5, 2008

મન્માત્રા ? અજાણ્યો શબ્દ છે ને ? ખેર, તમે તેેના જેવો જ બીજો શબ્દ ‘તન્માત્રા’ તો સાંભળ્યો જ હશે.આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો”આંખ,કાન,નાક,જીભ અને ચામડી”ના પાંચ વિષયો “રુપ,શબ્દ, ગંધ,રસ અને સ્પર્શ” ને તન્માત્રાનું નામ અપાયું છે. કારણ આ વિષયોની મદદથી આપણા તનની કાર્યક્ષમતાની માત્રા “માપ કે પ્રમાણ”જાણી શકાય છે. દા.ત. આપણી આંખોની કે આપણા કાનની હાલત જાણવી હોય તો પ્રકાશ કે ધ્વનિની સહાય લેવી પડે છે ને ? તો પછી આ પાંચે ઇન્દ્રિયો ઉપર જેનું આધિપત્ય છે તે મનની હાલત માપવાનું સાધન કયું ? જેમ વિષયો જ્ઞાનેન્દ્રિયોનો ખોરાક છે તેમ વિચાર એ મનનો ખોરાક છે અર્થાત વિચાર એટલે જ મન્માત્રા. કોનું મન કેવા વિચારો કરે છે તે ઉપરથી તેના મનની સ્થિતિનું માપ કાઢી શકાય છે.પરંતુ આંખ અને કાનની તપાસ કરવા માટે પ્રકાશ કે ધ્વનિના વિવિધ તરંગો જેટલી સહેલાઇથી ઉત્પન્ન કરી શકાય છે તેટલી સહેલાઇથી મનની તપાસ કરવા માટે વિચારો ઉત્પન્ન નથી કરી શકાતાં. હું તો માનું છું કે આપણે સહુ વિચારોના મહાસાગરમાં સદા તરતાં રહીએ છીએ. અને તેમાં થતા મોજાંઓ સાથે તણાતા રહીએ છીએ અને આપણા જન્મજાત વ્યકિતગત સંસ્કાર અને વાસના પ્રમાણે તેમાંથી સુખ કે દુઈખનો અનુભવ કરતાં રહીએ છીએ.જો આમ જ હોય તો મનની સ્થિતિનું નિદાન કરવા કયું સાધન વાપરી શકાય. કોઇ પણ વ્યકિતના વિચારોનું નિદાન કરવા તેની વાણી કે વર્તનથી તપાસ કરવી જરૂરી છે. એટલા માટે તો આજ કાલના માનસ ચિકિત્સકો દર્દી સાથે વાતો કરી એના મનનું નિદાન કરવા મથે છે. પરંતુ સાચું નિદાન તો તેના અંગત જીવનના વર્તનથી જ થઇ શકે.આપણું વર્તન એટલે આપણા કર્મો. મનુષ્યની કર્મ યાત્રા જાણ્યા સીવાય એની મન્માત્રાનું મૂલ્ય આંકવું કેવળ મુશ્કેલ નહી પરંતુ અશકય છે. ઇતિ.